નિવેદન / ભારત અને પાકિસ્તાન જેટલું વધારે રમે તેટલું ક્રિકેટ માટે સારું: યુવરાજ સિંહ, આફ્રિદીએ સમર્થન કર્યું

Feb 12,2020 1:35 PM IST

ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ આફ્રિદીનું માનવું છે કે ભારત-પાકિસ્તાન જેટલું વધારે રમે તેટલું ક્રિકેટ માટે સારું છે. યુવરાજે કહ્યું કે, અમે રમત પ્રત્યેના પ્રેમ માટે ક્રિકેટ રમીએ છીએ. અમે નક્કી ન કરી શકીએ કે અમારે કોની સામે રમવું છે. હું કહીશ કે ભારત અને પાકિસ્તાનની વધુ મેચો રમત માટે સારી છે. યુવરાજે વધુ ઉમેરતા કહ્યું કે, મને એ દિવસો યાદ છે જ્યારે હું પાકિસ્તાન સામે 2004, 2006 અને 2008ની બાઈલેટરલ સીરિઝમાં રમ્યો હતો. હવે ભારત-પાકિસ્તાનની મેચો થતી નથી, પરંતુ તે અમારા (સ્પોર્ટ્સપર્સનના) હાથમાં નથી.