ક્રિકેટ / અનોખી એક્શનના લીધે રોમેનિયન ક્રિકેટર પાવેલ ફ્લોરિન ચર્ચામાં

Jul 31,2019 3:26 PM IST

જ્યારે તમે રોમેનિયામાં સ્પોર્ટ્સની વાત કરો તો ક્રિકેટની રમત પિક્ચરમાં આવતી જ નથી. જોકે પાવેલ ફ્લોરિન નામનો ક્રિકેટર છેલ્લી 24 કલાકમાં લાઈમલાઈટમાં આવી ગયો છે. રોમેનિયાના સ્પિનરે યુરોપિયન ક્રિકેટ લીગમાં પોતાની જૂજ એક્શનના લીધે ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા પર લોકો તેની સ્લો-બોલિંગની મજાક ઉડાવી રહ્યા છે, તો અમુક રમવાની સ્પિરિટના લીધે વખાણ કરી રહ્યા છે. આઈસીસી સાથે વાત કરતા ફ્લોરિને કહ્યું હતું કે, મારી બોલિંગ સુંદર નથી પરંતુ મને ફર્ક નથી પડતો કારણકે હું ક્રિકેટને પ્રેમ કરું છું. આઈસીસીએ ક્રિકેટને બીજા દેશોમાં લોકપ્રિયતા મળે એટલે યુરોપિયન ક્રિકેટ લીગની શરૂઆત કરી છે.