ક્રિકેટ / રોહિત અને શિખરે ખંઢેરી ગ્રાઉન્ડ પર પિચનું નિરિક્ષણ કર્યું

Nov 07,2019 6:42 PM IST

રાજકોટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી T20 મેચ રમાવાની છે. મહા વાવાઝોડાને લીધે અહી વરસાદનો ખતરો બનેલો હતો. જોકે અત્યારે તડકા બાદ અત્યારે વાતાવરણ અનુકૂળ છે. તેના લીધે દર્શકોમાં સારા મેચની આશા જીવંત છે. ટોસની 38 મિનિટ પહેલા રોહિત શર્મા અને શિખર ધવને પિચનું નિરિક્ષણ કર્યું હતું. સાંજે 6.30 વાગ્યે ટોસ થશે અને 7 વાગ્યાથી જીવંત પ્રસારણ શરૂ થશે. બન્ને ટીમ વચ્ચે ત્રીજી મેચ 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે. અત્યારે બાંગ્લાદેશ સીરીઝમાં 1-0થી આગળ છે. પહેલી મેચ દિલ્હીમાં રમાઇ હતી જેમાં ભારતનો પરાજય થયો હતો.