• Home
  • Gujarati Videos
  • Sports
  • Ravi Shastri continues as the head coach of Team India, selected by the CAC Panel lead by Kapil Dev

ક્રિકેટ / ઈન્ડિયાના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની સતત બીજી વખત પસંદગી કરાઈ

Aug 16,2019 8:11 PM IST

2017 પછી સતત બીજી ટર્મમાં રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ શુક્રવારે જાહેર કર્યું હતું કે, કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC)એ વિવિધ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા પછી શાસ્ત્રીની પસંદગી કરી છે. બીસીસીઆઈ CACના નિર્ણયથી સહમત છે ને શાસ્ત્રી 2021ના ટી-20 વર્લ્ડકપ સુધી કોચ પદ જાળવી રાખશે.