બેડમિન્ટન / ચીનની ચેન યૂ ફેઈને હરાવીને પીવી સિંધુ ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં પહોંચી

Jul 20,2019 7:23 PM IST

બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં પહોંચી ગઈ છે. વર્લ્ડ નંબર 5 સિંધુએ સેમિફાઇનલમાં શનિવારે ચીનની ચેન યૂ ફેઈને હરાવી હતી. 46 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સિંધુએ વર્લ્ડ નંબર 3 ફેઈને સીધા સેટમાં 21-19, 21-10થી હરાવી હતી. સિંધુ રવિવારે ફાઇનલમાં જાપાનની અકાને યમાગુચી સામે રમશે.