ક્રિકેટ / પૃથ્વી શોએ અડધી સદી ફટકારી દર્શકો તરફ ઈશારો કરતાં પૃથ્વી ટ્રોલ થયો

Nov 18,2019 5:18 PM IST

પ્રતિબંધિત દવા લેવાના કારણે 8 મહિનાના બેન પછી પૃથ્વી શોએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ માટે રમીને વાપસી કરી હતી. રવિવારે તેણે આસામ વિરુદ્ધ 39 બોલમાં 63 રન કર્યા હતા. તે પછી તેણે દર્શકો તરફ ઈશારો કરતા બેટ બતાવ્યું હતું. તે એ કહેવા માંગતો હતો કે તેનું બેટ બોલે છે. જોકે શોની આવી પ્રતિક્રિયા ફેન્સને અહંકાર જેવી લાગી હતી. ટ્વિટર પર લોકોએ શોને સલાહ આપી હતી.