ગૌરવ / શૂટિંગ વર્લ્ડકપમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ ગોલ્ડ જીત્યો

Sep 03,2019 3:50 PM IST

ભારતને બ્રાઝિલમાં ચાલી રહેલા વર્લ્ડકપમાં સોમવારે રાત્રે 2 ગોલ્ડ મેડલ મળ્યા હતા. મિક્સ્ડ ટીમ 10 એર પિસ્તોલ ઇવેન્ટમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. આ સ્પર્ધામાં જ યશસ્વિની સિંહ દેસવાલ અને અભિષેક વર્માએ સિલ્વર મેડલ જીત્યા હતા. તેમજ 10 મીટર એર રાઇફલમાં અપૂર્વી ચંદેલા અને દિપક કુમારે ભારતને ચોથો ગોલ્ડ જીતાડ્યો હતો. આ પહેલા અંજુમ અને દિવ્યાંશ સિંહ પવારે હંગેરીની જોડીને 16-10થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.