ક્રિકેટ / કેએલ રાહુલ સારુ પ્રદર્શન કરી રહ્યો છે - કેપ્ટન વિરાટ કોહલી

Jan 04,2020 7:53 PM IST

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના 4 દિવસીય ટેસ્ટ મેચના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. તેણે કહ્યું કે, રમતના પારંપરિક ફોર્મેટ સાથે છેડછાડ કરવામાં ન આવી જોઈએ. ICCએ 30 ડિસેમ્બરે આ પ્રસ્તાવ મૂક્યો હતો કે ટેસ્ટ મેચને પાંચ દિવસની જગ્યાએ ચાર દિવસની કરવામાં આવી જોઈએ. તેનાથી કેલેન્ડર યરમાં લિમિટેડ ઓવર્સની મેચોને વધુ સમય મળશે. કોહલીએ કહ્યું કે, મારા હિસાબે ટેસ્ટમાં કોઈ બદલાવ કરવામાં આવો જોઈએ નહીં. ડે-નાઈટ ટેસ્ટની જેમ તેમાં રોમાન્ચ ઉમેરવા સુધી બરાબર છે, પરંતુ હું માનું છું કે વધુ છેડછાડ થવી ન જોઈએ.