આવી છે IPL ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સની બસ

Apr 04,2018 11:48 AM IST

ઇન્ડિયન પ્રીમિયર લીગનો 7 એપ્રિલથી પ્રારંભ થઇ રહ્યો છે. 2 વર્ષ પછી IPLમાં ચેન્નાઇ સુપરકિંગ્સ વાપસી કરી રહી છે. દરમિયાન અમે તમને ચેન્નાઇ સુપરકિંગ્સની બસ વિશે જણાવી રહ્યાં છીએ. જેનો વીડિયો ચેન્નાઇ સુપરકિંગ્સે શેર કર્યો છે. આ બસમાં ખેલાડીઓની સીટ પર તેમના નીકનેમ લખવામાં આવ્યા છે. ધોની, રૈના સહિતના ક્રિકેટર્સ આ બસમાં બેસીને હોટલથી સ્ટેડિયમ જાય છે.