ઓફ ધ ફિલ્ડ / ગ્લેન મેક્સવેલ ભારતીય મૂળની વિની રમન સાથે ટૂંક સમયમાં લગ્ન કરે તેવી સંભાવના

Sep 03,2019 5:18 PM IST

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલ અને મૂળ ભારતીય વિની રમન છેલ્લા 2 વર્ષથી રિલેશનશિપમાં છે. એવા સમાચાર છે કે મેક્સવેલ વિની રમન સાથે ટૂંક સમયમાં લગ્ન કરવા ઈચ્છે છે, પરંતુ હજી સુધી તેમના લગ્નની તારીખ અંગે કઈ કંફર્મ થયું નથી. જો મેક્સવેલ રમન સાથે લગ્ન કરે તો તે શોન ટેટ પછી ભારતીય લગ્ન કરનાર બીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી બનશે. 2014માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર શોન ટેટે ભારતીય મૂળની માસૂમ સિંઘા સાથે લગ્ન કર્યા હતા. તે બંને એકબીજાને આઇપીએલ પાર્ટીમાં મળ્યા હતા અને લગ્ન કર્યા પહેલા ખાસો ટાઈમ રિલેશનમાં રહ્યા હતા. મેક્સવેલની ગર્લફ્રેન્ડ વિની રમન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સેટલ્ડ છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ અનુસાર ફાર્માસિસ્ટ છે. તે સોશિયલ મીડિયા પર બોયફ્રેન્ડ મેક્સવેલ સાથેના ફોટોઝ શેર કરતી હોય છે. તેમજ દેશ-વિદેશની ટૂર દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર સાથે જોવા મળે છે. તાજેતરમાં બંને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજિત એવોર્ડ સેરેમનીમાં પણ સાથે દેખાયા હતા. મેક્સવેલ અત્યારે ઇંગ્લેન્ડ ટી-20 બ્લાસ્ટમાં લેંકેશાયર માટે રમી રહ્યો છે. 2019નો વર્લ્ડ કપ તેના માટે ખરાબ રહ્યો હતો અને તે ફોર્મ માટે ઝઝૂમી રહ્યો છે.