બેડમિન્ટન / વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન પી વી સિંધુએ PM મોદી સાથે મુલાકાત કરી

Aug 27,2019 3:29 PM IST

શટલર પીવી સિંધુએ રવિવારે વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવી હતી. સિંધુ આ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની છે. તે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીને દિલ્હીમાં મળી હતી. સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 21 મેચ રમનાર સર્વોચ્ચ મહિલા ખેલાડી બની હતી. તેણે સ્પેનની કેરોલિના મરીન (20 મેચ)નો રેકોર્ડ તોડ્યો. સિંધુએ આ ટૂર્નામેન્ટ છઠ્ઠી વખત રમી હતી. તે સૌથી ઓછી ટૂર્નામેન્ટમાં પાંચ મેડલ જીતનાર ખેલાડી છે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીતવામાં તેનો સફળતાનો દર 83% છે, જે કોઈપણ ભારતીય શટલરમાં સૌથી વધુ છે.