પરિવાર સાથે રસ્તા પર નીકળ્યો એબીડી વિલિયર્સ, જોવા મળ્યો આવો નજારો

Apr 30,2018 5:23 PM IST

દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના પ્લેયર એબીડી વિલિયર્સ પોતાના પરિવાર સાથે ઓટો રિક્ષામાં ફરવા નીકળ્યો હતો. એબીડીએ આ ઓટોને ટુક-ટુક નામ આપ્યુ હતું. ડી વિલિયર્સનો પરિવાર સાથેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એબીડી વિલિયર્સને જોઇ ફેન્સ પાગલ થઇ ગયા હતા અને ફેન્સ પોતાની બાઇક અને સ્કૂટર્સ પર ડી વિલિયર્સ અને તેના પરિવાર સાથે તસવીર ક્લિક કરાવવા માટે ઉત્સુક હતા.