અવિશ્વસનીય / 10 વર્ષના બાળકે ફટકાર્યો અદભુત કોર્નર ગોલ, યૂઝર્સે છોટે મેસી કહીને વખાણ્યો

Feb 15,2020 4:39 PM IST

કેરળમાં 10 વર્ષના દાની નામના ફૂટબોલરે ઝીરો એન્ગલથી ગોલ કરીને ફૂટબોલ ફેન્સને હેરાન કરી દીધા છે. આ મેચ ઓલ કેરળ કિડ્સ ફૂટબોલ ટૂર્નામેન્ટની ફાઇનલ હતી, જે 9 ફેબ્રુઆરીએ મિનાન્ગડીમાં રમાઈ હતી. દાનીએ કેરળ ફૂટબોલ ટ્રેનિંગ સેન્ટર તરફથી રમતા મેચમાં હેટ્રિક કરી હતી. ટૂર્નામેન્ટમાં 13 ગોલ કરનાર દાનીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. દાનીના આ અફલાતૂન અને ઈમ્પોસિબલ એવા કોર્નર ગોલનો વીડિયો તેની માતાએ જ શેર કર્યા હતો. જે જોતજોતામાં જ વાઈરલ થવા લાગ્યો હતો. અનેક યૂઝર્સે દાનીની સરખામણી અર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસી સાથે કરીને તેને છોટે મેસીનું બિરૂદ પણ આપ્યું હતું. તો કોઈએ કહ્યું હતું કે, ભવિષ્યના ચેમ્પિયનને વખાણીને તેના સ્વાગતની તૈયારી કરો.