સતાધાર / સતાધારના મહંત જીવરાજબાપુને સમાધી આપવામાં આવી, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના સાધુ-સંતો ઉમટ્યાં

Aug 20,2019 8:38 PM IST

સતાધાર: સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગે દેવલોક પામ્યા છે. જીવરાજબાપુ સતાધારના 7માં મહંત હતા. આજે જીવરાજબાપુના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે મુકાયા બાદ જીવરાજબાપુની પાલખી યાત્રાકાઢવામાં આવી હતી અને ત્યારબાદ તેમને સમાધી આપવામાં આવી હતી. આ પાલખી યાત્રામાં સાધુ-સંતો સહિત હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા છે. સતાધારની જગ્યામાં બાપુના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા અને મોરારિ બાપુએ જીવરાજબાપુને શ્રદ્ધાંજલિ પાઠવી છે.