વસંત પંચમી / માનવ જીવનને વસંતની જેમ ખીલવવા માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી હતી

Jan 29,2020 4:00 PM IST

ઋતુરાજ વસંતના પ્રેમાળ સ્પર્શથી નિસર્ગ ખીલી ઉઠે છે. વસંત તો ઉનાળા તથા શિયાળાનો સેતુ છે. વસંતપંચમી એટલે શુભકાર્ય માટેનો પરમ પવિત્ર દિવસ. આ દિવસ એ પ્રકૃતિની અનુપમ ભેટ છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાને ગીતા કરેલી છે તેવી રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયના અને વિશ્વપટ પર શ્વાસ લેતા, દરેક માનવ માટે શિક્ષાપત્રીની રચના કરેલી છે. સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીમાં માણસ દરેક બાબતનો વિવેક શિખવ્યો છે. માણસે કયારે ઉઠવું ? કેવી રીતે મંદિરમાં જઈને દર્શન કરવા ? કેવી રીતે કોઈ આપણા ઘરે આવે તો તેને આવકાર આપવો ? કેવી રીતે તમારે તમારો વ્યવસાય કરવો ? ધંધામાં કઈ કઈ બાબતની તકેદારી રાખવી ? શું જમવું અને શું ના જમવું એ વિવેક પણ ભગવાને શીખવ્યો છે.