ગજાનન / ભાસ્કર અભિયાન : આ વખતે પીઓપીના નહીં, માટીના ગણેશજી ઘરે લાવો

Aug 30,2019 8:51 PM IST

દિવ્ય ભાસ્કર ઘણા વર્ષોથી તમામ વાચકો સાથે મળીને માટીના ગણેશનું અભિયાન ચલાવી રહ્યું છે. ઉદ્દેશ ફક્ત એટલો છે કે આપણે પીઓપીની જગ્યાએ માટીના ગણેશજીની સ્થાપના કરીએ. પછી ઘરે જ તેમનું વિસર્જન કરી પવિત્ર માટીને કુંડામાં નાખીને તેમાં છોડ રોપીએ. આ રીતે તહેવાર પછી પણ છોડના રૂપમાં તેમના આશીર્વાદ હંમેશાં આપણી સાથે રહેશે. જળાશય પણ દૂષિત થતાં બચશે.