દુર્લભ યોગ / 149 વર્ષ પછી ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ, ત્રણ કલાક રહેશે ગ્રહણ

Jul 16,2019 11:34 AM IST

16 જુલાઈની રાત્રે ચંદ્ર ગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું છે. ભારત સાથે આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં જોવા મળશે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ 16 જુલાઈની રાત્રે 1.30 વાગ્યે ગ્રહણ શરૂ થશે. જેનું 17 જુલાઈ સવારે 4.30 વાગ્યે પૂરું થશે. ત્રણ કલાક આ ગ્રહણ રહેશે. 149 વર્ષ પહેલા આવો દુર્લભ યોગ બન્યો હતો. 12 જુલાઈ 1870ના રોજ ગુરુ પુર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થવાનો યોગ સર્જાય હતો. એ સમયે પણ શનિ, કેતુ અને ચંદ્ર ધન રાશિમાં હતા. સૂર્ય અને રાહુ મિથુન રાશિમાં હતા.