મંદિર મહાત્મય / માત્ર એક રાતમાં બનાવ્યું હતું આ પ્રાચીન શિવાલય, ભોજેશ્વર મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે

Aug 01,2019 4:14 PM IST

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે અમે તમને એક એવા શિવમંદિરથી રૂબરૂ કરાવીશું જે પ્રસિદ્ધ અને રહસ્યોથી ભરેલું છે. મધ્યપ્રદેશના ભોપાલથી આશરે 32 કિલોમીટર દૂર આવેલા આ મંદિરને ભોજેશ્વર મંદિરના નામથી ઓળખવામાં આવે છે. રાયસેન જિલ્લામાં સ્થિત ભોજેશ્વર મંદિર જેને ઉત્તર ભારતનું સોમનાથ મંદિર પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પરમાર વંશના રાજા ભોજે 11મી સદીમાં કરાવ્યું હતું. આ મંદિર સ્થાપત્ય કળાનો પણ એક ઉત્તમ નમૂનો છે.