ગામડાના યુવકે બનાવી કરોડોની કંપની, આવી છે તેની સંઘર્ષ કથા

Jan 16,2018 6:10 PM IST

આ આખી વાત ગામડાના એક યુવાનની છે, જે આજે 30 મિલિયન ડોલરની કંપનીનો માલિક છે.એક સામાન્ય અને મધ્યમ વર્ગના આ યુવકે એક અસાધારણ કહી શકાય તેવી સિદ્ધિ હાંસલ કરી છે.વાત જાણે એમ હતી કે જ્યારે આ યુવક પોતાના ગામડેથી પહેલી વાર શહેરમાં આવ્યો ત્યારે જ તેના સપના બદલાવા લાગ્યા હતા.પ્રવીણ સિંઘલ નામના આ યુવાને ત્યારે જ નક્કી કરી નાંખ્યું કે તે ક્યારેય નોકરી તો નહીં જ કરે પણ એવું કંઈક સાહસ કરશે કે તેના દ્વારા લોકો માટે રોજગારી પેદા કરી શકે.