આ રેલવે લાઈન પર છે બ્રિટિશ સરકારનો કબ્જો, ભારત ચૂકવે છે નાણા

Jan 02,2018 12:31 PM IST

વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાં ભારત ચોથું સ્થાન ધરાવે છે. પરંતુ અહીં એક એવી રેલવે લાઈન જેની પર નથી ભારત સરકારનો કબ્જો શકુંતલા રેલવે લાઈન દેશની એકમાત્ર એવી રેલવે લાઈન છે જે બ્રિટિશ સરકારની માલિકીની છે. શકુંતલા રેલવે લાઈન પર શકુંતલા એક્સપ્રેસ નામની મીટર ગેજ ટ્રેન ચાલે છે. જેની સ્પીડ 20 કિ.મી પ્રતિ કલાક છે. ભારતની આ યુનીક રેલવે લાઈન મહારાષ્ટ્રના મુર્જીતપુરથી યવતમાલ વચ્ચે 130 કિ.મીનું અંતર કાપે છે.