શું શાળા સંચાલકો ચૂંટણી ફંડ આપી શિક્ષણના વેપારનું લાયસન્સ મેળવે છે?

Jan 22,2018 7:10 PM IST

ગુજરાતમાં ખાનગી શાળામાં શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે.શાળા સંચાલકો બેફામ ફિ વસુલી રહ્યા છે.સરકાર ટીકાથી બચવા વર્ષ 2017માં ફિ માટે કાયદા બનાવે છે પણ અમલવારી થતી નથી.ખાનગી શાળાના સંચાલકો હાઈકોર્ટમાં જાય છે પણ ચૂકાદો વાલીઓની તરફેણમાં આવે છે.હાઈકોર્ટ ચુકાદો આપતા ફિ નિર્ધારણ સમિતીને બંધારણીય ગણાવે છે.જોકે હાઈકોર્ટના ચૂકાદા પછી પણ શાળા સંચાલકો સુધર્યા નથી ત્યારે આ મુદ્દે લડત આપનાર અને જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતીના અધ્યક્ષ પ્રકાશ કાપડિયા સાથે ખાસ વાતચીત કરી.