વાઈરલ / મંત્રોની સાથે સાથે ગીતો લલકારીને ગોર મહારાજે ફેરા લેવડાવ્યા

Nov 16,2019 7:13 PM IST

તમે લગ્નો તો બહુ જોયા હશે પણ આવા લગ્ન કે તેમાં ગોર મહારાજે જે રીતે સાત ફેરા લેવડાવ્યા છે તેવું દૃશ્ય તો નહીં જ જોયું હોય. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલો આ વીડિયો જોઈને અનેક યૂઝર્સે મિશ્ર પ્રતિભાવ આપ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે સાત ફેરા લેવાની વેળાએ પંડિતજી હિન્દી ગીતો ગાય છે સાથે જ તેની સાથે સાથે મંત્રોનું ઉચ્ચારણ કરીને તેના અર્થ પણ સમજાવતા જાય છે. ઘડીકમાં ગીતો અને ઘડીકમાં મંત્રો સાથે કરાવેલા આ લગ્નમાં જે પ્રયોગ હાથ ધર્યો હતો તે અનેક યૂઝર્સે વખોડ્યો હતો. કોઈએ કહ્યું હતું કે જોવામાં સારું લાગે પણ શાસ્ત્રોની વિરુદ્ધ છે. મહેરબાની કરીને સંસ્કૃતિને તો હવે પ્રયોગશાળા ના બનાવો જેવા શબ્દો વાપરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વીડિયો વાઈરલ થયો પણ તેનું લોકેશન સામે નથી આવ્યું