ફિલિપાઇન્સ / ફિલિપાઇન્સમાં જ્વાળામુખી ફાટ્યા બાદ વીજળીઓ ખેંચાયાનો વીડિયો, ભૂકંપના 75 ઝટકા આવ્યા

Jan 13,2020 1:18 PM IST

ફિલિપાઇન્સના બાટનગેસ પ્રાંતના તાગેતે શહેરમાં રવિવારે તાલ જ્વાળામુખી ફાટ્યો હતો. જેના ભયાવહ નજારાએ આસપાસના અનેક શહેરોના લોકોમાં ગભરાહટ ફેલાવી હતી. આ જ્વાળામુખી ફાટ્યા બાદ લગભગ 50 હજાર ફૂટ ઉંચું એક રાખનું વાદળ બન્યું હતું. આ વાદળ એટલું ચાર્જ હતું કે તેણે આકાશમાંથી ત્રણથી ચાર વખત વીજળીઓ ખેંચી હતી.