પૂણે / ગણપતિ વિસર્જન સમયે હજારોની ભીડે એમ્બ્યૂલન્સને આપી જગ્યા

Sep 13,2019 4:14 PM IST

પૂણેમાં ગણપતિ વિસર્જન સમયે હજારોની ભીડે માનવતાનું પાલન કર્યું, જેનો વીડિયો સામે આવ્યો છે. પૂણેના લક્ષ્મી રોડ પર વિસર્જન માટે હજારોની ભીડ ઢોલ નગારાના તાલે નાચગાન કરતી હતી. અને બપ્પાને વિસર્જન માટે લઈ જઈ રહી હતી. ત્યારે અચાનક પાછળથી એમ્બ્યૂલન્સ આવી. બસ હજારો લોકોએ તામજામ રોકી દીધો અને ભીડ બે ફાંટામાં વહેંચાઈ ગઈ. આખો રોડ ક્લિયર થઈ ગયો અને સરળતાથી એમ્બ્યૂલેન્સ પસાર થઈ ગઈ.