વાઇરલ / ટેસ્લા કાર ચલાવતા અચાનક ડ્રાઇવરને ઊંઘ આવી ગઈ, કાર પૂર સ્પીડે દોડતી રહી

Sep 11,2019 3:49 PM IST

મેસ્સેચુસેટ્સમાં એક ડ્રાઇવરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં એક ડ્રાઇવર ટેસ્લા કાર ચલાવતા ચલાવતા ઊંઘી જાય છે. તેની બાજુમાં એક લેડી પણ છે, જે પણ સુતેલી છે, રસપ્રદ વાત એ છે કે બંને સુઈ ગયા છે અને કાર ચાલતી જાય છે. બાજુમાંથી કોઈ પસાર થયુ તેણે વીડિયો શૂટ કર્યો, તે ડ્રાઇવરને જગાડવાના પણ પ્રયત્ન કરે છે પણ ડ્રાઇવરની ઊંઘ ઉડતી નથી.