ક્રુરતા / યુપી પોલીસનો શર્મનાક ચહેરો, હેલમેટ વગરના બાઇકસવારને ઢોરની જેમ માર્યો

Sep 13,2019 2:34 PM IST

સિદ્ધાર્થનગરમાં યુપી પોલીસનો શર્મનાક ચહેરો સામે આવ્યો છે. એક બાઇક સવાર તેના બાળક સાથે જઈ રહ્યો હતો. ત્યારે બે પોલીસકર્મીએ તેને ઢોર માર માર્યો, યુવકનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે હેલમેટ નહોતું પહેર્યું અને તેની પાસે બાઇકના કાગળો નહોતા. બસ આ જ વાતનો વાંક કાઢી બંને પોલીસકર્મી તેના પર તૂટી પડ્યાં. બંનેએ તેને બેરહેમીથી 30 મિનિટ સુધી માર માર્યો. પિતાને આ રીતે માર ખાતા જોઈ તેનું બાળક પણ ડરી ગયું હતુ. જોકે ઘટનાનો વીડિયો વાઇરલ થતાં બંને પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા હતા.