શૉકિંગ / રાતના અંધારાનો લાભ લઈ ચિત્તાએ બાઇકચાલક પર તરાપ મારી

Nov 18,2019 4:24 PM IST

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો કોઈ જંગલનો છે. જેને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ ઓફિસર સુશાંત નંદાએ પોસ્ટ કર્યો છે. જેમાં દેખાય છે કે રાતના અંધારામાં એક ચિત્તો છુપાઇને બેઠો છે. ત્યાં જ રોડ પરથી એક બાઇકવાળો નીકળે છે અને અચાનક ચિત્તો તેને શિકાર બનાવવા તેના પર તરાપ મારે છે. પરંતુ ચિત્તો નિશાન ચૂક થઈ જાય છે. અને બાઇક ચાલક ત્યાંથી બાઇક ભગાવે છે. આ દૃશ્ય ત્યાંથી દૂર કોઇએ ઝાડ પાછળથી કેમેરામાં શૂટ કર્યું છે.