નવરાત્રિ / દાંડિયા કિંગ ચેતન જેઠવા પાસેથી શીખો ‘તાલી રાસ’ અને પાર્ટીપ્લોટમાં મચાવો ધૂમ

Sep 20,2019 6:23 PM IST

અમદાવાદ: 29 સપ્ટેમ્બરથી નવરાત્રિની ધમાકેદાર શરૂઆત થઈ રહી છે. ત્યારે ગુજરાત સહિત દેશવિદેશમાં વસતાં લોકો પણ નવરાત્રિમાં ગરબે ઘૂમી આનંદોત્સવ ઉજવશે. ગુજરાતનો આ સૌથી મોટો ઉત્સવ છે અને દરેક ગુજરાતીઓ નવરાત્રિમાં સજીધજીને ગરબાની મોજ માણે છે. ત્યારે દિવ્ય ભાસ્કરડોટકોમ તમારી સમક્ષ દાંડિયાકિંગ ચેતન જેઠવાને લઈને આવ્યું છે. આ ચેતન જેઠવા છે જેણે કેબીસીમાં અમિતાભ બચ્ચનને ડાન્સ શીખવાડ્યો હતો... એ વ્યક્તિ તમને શીખવાડશે અલગઅલગ સ્ટાઈલના ગરબા. આ વીડિયોમાં જોઇશું તાલી રાસ.