ગણેશોત્સવ / કેનેડાના એડમેન્ટન સિટીમાં ગણપતિ વિસર્જન સમયે ભાવિકો ગરબે ઘૂમ્યા

Sep 12,2019 3:13 PM IST

કેનેડાના એડમેન્ટન સિટીમાં ગણપતિ વિસર્જન સમયે ભાવિકો ગરબે ઘૂમ્યા હતા. ગરબા સમયે અહીં મિનિ ગુજરાત જેવો માહોલ જોવા મળ્યો હતો. અહીં ગુજરાતીઓ સાથે ભારતીયો પણ સામેલ થયાં હતા. છેલ્લા 3 વર્ષથી કાર સ્ટાર બોડી શોપમાં ગણેશ બેસાડાય છે. દરરોજ રાત્રે અહીં આરતી અને ભજન થતાં હતાં. સોમવારે મહાપ્રસાદ સાથે ગણેશ વિસર્જન થયું હતું, નવસારીના અરુણભાઈ, વિનોદભાઈ તેના માલિક છે.