મોજ / 150 ફૂટ ઉંચાઇએ હવામાં ગરમાગરમ જમતાં જમતાં હવે તાજમહેલનો કરો દીદાર

Feb 14,2020 12:57 PM IST

યૂપીનું બીજું, દેશનું ત્રીજું અને દુનિયાનું 201મું ફ્લાઈ ડાઇનિંગ રેસ્ટોરાં તાજનગરી આગ્રામાં શરૂ ગયું છે. આ ફ્લાઈ ડાયનિંગ રેસ્ટોરાં આગ્રાના કલાકૃતિ ગ્રાઉન્ડમાં શરૂ થયું છે. જેમાં બેસી તમે હવામાં વાતો કરતા કરતા 150 ફૂટની ઉંચાઇએ જમવાની લિજ્જત માણી શકો છો. અને સાથોસાથ તાજમહેલનો દીદાર પણ કરી શકશો. આ રેસ્ટોરાં હવામાં ક્રેઇનની મદદથી 150 ફૂટ ઉંચાઇએ ફરે છે. જેમાં 24 સીટો છે, અને પ્રવાસીઓ તેમાં બેસીને આનંદ લઈ શકે છે, આ રેસ્ટોરાંમાં નાસ્તાથી લઈ રાતનું ડિનર સર્વ કરવામાં આવે છે. મેન્યૂમાં ઈન્ડિયન, એશિયનથી લઈ કૉન્ટિનેન્ટલ ફૂ઼ડ પીરસવામાં આવશે, જેમાં લાઇવ પર્ફોર્મન્સ માટે એક સિંગર પણ હાજર રહેશે. તેજ હવા અને વરસાદ સમયે આ રેસ્ટોરાં બંધ રહેશે. આ રેસ્ટોરાંની મજા માણવા માટે ફિઝિકલી ફીટ રહેવું જરૂરી છે. જેનું એડવાન્સ બુકિંગ વેલેન્ટાઇન્સ ડેથી શરૂ થઈ ગયું છે.