મુંબઈ / ગરીબ અને જરૂરિયાતમંદને જમવાનું મળે તે માટે મુંબઈમાં 5 કમ્યુનિટી ફ્રિજ મૂકાયાં

Nov 08,2019 4:04 PM IST

દુનિયામાં રોજનું કેટલુંય ખાવાલાયક ભોજન સીધું ગટરમાં સ્વાહા થઈ જતું હોય છે, તો બીજી તરફ લાખો લોકો એવા પણ છે જેમને બે ટકનું ભોજન પણ મળતું નથી. મુંબઈ શહેરમાં ખાવાનું ભોજન જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે કમ્યુનિટી ફ્રિજ મૂકવામાં આવ્યું છે. જે લોકોનું ભોજન વધ્યું હોય તેઓ અહીં ફ્રિજમાં મૂકી શકે છે અને જરૂરિયાતમંદ લોકો અહીં બપોરે 1થી 2:30 અને સાંજે 7થી 9:30 સુધી જમવાનું લઈ જઈ શકે છે. આ પહેલની શરૂઆત વર્સોવા વેલ્ફેઅર એસોશિયેશન અને અંધેરીના સ્થાનિકોએ ભેગા મળીને કરી છે.