વાઇરલ / બાળકે 24 સેકન્ડમાં 30 ગુલાંટ મારી, સોશિયલ મીડિયામાં યૂઝર્સે કહ્યું ‘ઑલંપિકમાં મોકલો’

Sep 10,2019 4:35 PM IST

થોડા દિવસો પહેલા કોલકાતાના બે સ્કૂલના સ્ટૂડન્ટ્સનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેઓ જિમનાસ્ટિક કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમની ખુબ પ્રશંસા થયેલી. ત્યારે ઑલંપિક ગૉલ્ડ મેડલિસ્ટ નાદિયા કોમનેસીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં એક બાળક 24 સેકન્ડમાં 30 ગુલાંટ મારે છે. સોશિયલ મીડિયા પર બાળકના ટેલેન્ટને ખુબ સરાહના મળી છે. યૂઝર્સ તેના વીડિયોને કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરન રિજિજૂને ટેગ કરી રહ્યા છે. અને બાળકને ઑલંપિકમાં મોકલવા જણાવી રહ્યા છે.