દમણ / ફ્લેટના ત્રીજા માળની ગ્રીલ વગરની બારીમાંથી પટકાયું બાળક, નીચે ઉભેલા લોકોએ કેચ કરી જીવ બચાવ્યો

Dec 03,2019 12:29 PM IST

સંઘપ્રદેશ દમણના એક વિસ્તારમાં રવિવારે બિલ્ડીંગના ત્રીજા માળે ફલેટની બારીમાંથી અઢી વર્ષનો બાળક નીચે પટકાયો હતો. જોકે, બીજા માળની જાળીમાં અટકયા બાદ બાળક નીચે પટકાઇ તે પહેલાં જ નીચે એકત્ર થયેલા લોકોએ બાળકને કેચ કરી લેતાં તેનો આબાદ બચાવ થયો હતો. હાલ બાળકને કેચ કરી લેવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.