દિલ્હી / સામે મેટ્રોને આવતી જોતા યુવતી કુદી ગઈ, દિલ્હીનું આ સ્ટેશન બન્યું સ્યૂસાઇડ પોઇન્ટ

Sep 08,2019 4:52 PM IST

દિલ્હીના મેટ્રો સ્ટેશન હવે સ્યૂસાઇડ પોઈન્ટમાં તબદીલ થઈ રહ્યા છે. હાલમાં જ દિલ્હીના મૉડલ ટાઉન મેટ્રો સ્ટેશન પર એક 26 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી લીધી, ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં યુવતી ટ્રેન આવતા જ નીચે કુદી જાય છે. અને સેકન્ડોમાં ટ્રેન તેના પરથી પસાર થઈ જાય છે. ઘટનાને નજરે જોનાર લોકો પણ ચીસો પાડી ઉઠે છે. તેના માતા-પિતાના જણાવ્યા મુજબ મૃતક મિનાક્ષીની સારવાર ચાલતી હતી. અને તે એક એકાઉન્ટન્ટ હતી.