હિટ એન્ડ રન / સુરતના ઉધનામાં ટેમ્પોએ અડફેટે લેતા બાઈક પર જઈ રહેલા યુવકનું મોત

Dec 01,2019 5:14 PM IST

સુરતઃઉધના વિસ્તારમાં આવેલા હરીનગર પાસે હીટ એન્ડ રન એક્સિડન્ટ સર્જાયો હતો. ટેમ્પોએ અડફેટે લેતા બાઈક પર જઈ રહેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જો કે, એક્સિડન્ટ બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. એક્સિડન્ટ બાદમાં લોકોના ટોળા એકઠા થઈ જતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.