ચોટીલાના ગુંદા ગામે યુવાને ઝેર પીતા પરિવાર હોસ્પિટલના બદલે મંદિર લઇ ગયા

May 15,2019 4:26 PM IST

રાજકોટ: ચોટીલાના ગુંદા ગામે રહેતા 28 વર્ષીય યુવાને ગૃહકલેશમાં ગત 13 મેએ ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનની સ્થિતિ ગંભીર હતી પણ બચી શકે તેમ હતો પરંતુ અંધશ્રદ્ધાના માર્યા પરિવારજનોએ તેને હોસ્પિટલ લઇ જવાના બદલે નજીકના મંદિરે લઇ ગયા હતા. મંદિરે ગયા બાદ યુવાનને સારૂ પણ થઇ ગયું હતું. પરંતુ આજે તેની તબિયત અચાનક લથડતાં પરિવારજનો તેને રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આમ, અંધશ્રદ્ધાને લીધે રાજકોટના યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.