પાલનપુર / ડોક્ટર હાઉસ પર આપઘાત કરવા ચડેલા યુવાનને લોકોએ જાળી પાથરી બચાવ્યો

Sep 09,2019 8:10 PM IST

પાલનપુર: શહેરના ડોક્ટર હાઉસ બિલ્ડિંગ પરથી એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડિંગ પર ચડેલા યુવાનને ઉતારવા માટે લોકોએ પ્રયાસ કર્યા હતા પરતું તેણે ઉપરથી કૂદકો માર્યો હતો. જોકે યુવાને કૂદકો મારે એ પહેલા સ્થાનિકોએ તૈયારી કરેલી જાળીમાં પડતા તેનો બચાવ થયો હતો