રિસર્ચ / 3.3 કિલોનો દુનિયાનો સૌથી મોટો આફ્રિકન દેડકો 'ગોલિયાથ' પોતાનું તળાવ જાતે બનાવે છે

Aug 14,2019 1:19 PM IST

હાલમાં થયેલા એક રિસર્ચમાં દુનિયાના સૌથી મોટા દેડકા ગોલિયાથની નવી વાત સામે આવી છે. આ દેડકા પોતાને રહેવા માટે તળાવ જાતે જ બનાવે છે. જર્નલ ઓફ નેચરલ હિસ્ટ્રી પ્રમાણે આ આફ્રિકન પ્રજાતિનો દેડકો છે. તળાવ બનાવવું તેના વ્યવહારમાં સામેલ છે. આફ્રિકાના કેમરૂન દેશમાં આ રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. બર્લિનમાં નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમના રિસર્ચર માર્વિન સેફરે ગોલિયાથ દેડકાનો વ્યવહાર જાણવા માટે પ્રયોગ કર્યો હતો. જંગલમાં ટાઈમલેપ્સ કેમેરા લગાવ્યા હતા, જેને માટીવાળી જગ્યા પર મૂક્યા હતા. કેમેરાને લીધે જ આ વાત સામે આવી છે કે, તેઓ પોતાને રહેવા અંતે તળાવ જાતે બનાવે છે. તે લોકો તળાવ બનાવી શકે તે માટે ક્યારેક 2 કિલોથી પણ વધારે વજનનો પથ્થર ખસેડી શકે છે. આ પ્રજાતિના દેડકાનું વજન 3.3 કિલો છે અને તેની લંબાઈ 34 સેન્ટિમીટર છે. રિસર્ચર માર્વિને કહ્યું કે, આ દેડકા વિશાલ હોવાની સાથે તેમના બચ્ચાંનું ધ્યાન પણ ખાસ રીતે રાખે છે. તે પોતાના ઈંડાંને સાચવવા સુરક્ષિત જગ્યા શોધીને ત્યાં તળાવનું નિર્માણ કરે છે. આ ઉપરાંત ગોલિયાથ દેડકા ખોદકામ અને પથ્થરો વચ્ચે પણ પોતાનું ઘર બનાવવામાં સક્ષમ છે. રિસર્ચર પ્રમાણે, ગોલિયાથ દેડકાનો વ્યવહાર બીજા દેડકાઓથી અલગ છે.