નવા વિડિઓ

 • હાલની સ્થિતિ માટે PM મોદી જવાબદાર, આપેલા વાયદાઓનો જવાબ આપે: શંકરસિંહ 01:09

  હાલની સ્થિતિ માટે PM મોદી જવાબદાર, આપેલા વાયદાઓનો જવાબ આપે: શંકરસિંહ

 • એમ્બ્રોઈડરીના ધંધામાં મંદી આવતાં મહિલા બની 'રિક્ષા ડ્રાઈવર', VIDEO વાઈરલ 00:58

  એમ્બ્રોઈડરીના ધંધામાં મંદી આવતાં મહિલા બની 'રિક્ષા ડ્રાઈવર', VIDEO વાઈરલ

 • ATMમાં કાર્ડ નાખતા પૈસા નહીં પ્રસાદ તરીકે મોદક આવે છે બહાર 01:00

  ATMમાં કાર્ડ નાખતા પૈસા નહીં પ્રસાદ તરીકે મોદક આવે છે બહાર

 • ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો 00:57

  ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

 • સુરતઃ પ્રતિબંધ છતાં તાપી નદીમાં ગણેશ-વિસર્જન, વીડિયો વાઈરલ થતાં થશે કાર્યવાહી 01:37

  સુરતઃ પ્રતિબંધ છતાં તાપી નદીમાં ગણેશ-વિસર્જન, વીડિયો વાઈરલ થતાં થશે કાર્યવાહી

 • Womens Fills Water from the Narmada Canal on Risk near bodeli 01:15
  સમાચાર

  પાણીનો પોકારઃ કેનાલમાંથી જીવનાં જોખમે પાણી ભરતી મહિલાઓ

  છોટાઉદેપુરઃ વડોદરા-બોડેલી હાઇવે ઉપર બોડેલી નજીકથી પસાર થતી નર્મદાની મેઇન કેનાલમાંથી કેટલીક મહિલાઓ જીવના જોખમે પાણી ભરે છે. બે યુવાનોની મદદ લઇને મહિલાઓ પાણીનાં બેડાં ભરે છે. રાજ્યમાં અનેક સ્થળોએ ઉનાળાની શરૂઆતે જ પાણીની પોકાર શરૂ થઇ છે. નર્મદાની મેઈન કેનાલમાંથી જીવના જોખમે પાણી મેળવતા આ લોકોની મજબૂરી જ કહી આપે છે કે પાણી કેટલું કિંમતી છે. આવા સંજોગોમાં પાણી ભરતા જો પગ લપસી જાય તો જીવને પણ જોખમ રહેલું છે.

  2K વ્યુઝ
 • shankarsinh vaghela meeting with supporter at his home in gandhinagar 01:09
  સમાચાર

  હાલની સ્થિતિ માટે PM મોદી જવાબદાર, આપેલા વાયદાઓનો જવાબ આપે: શંકરસિંહ

  ગાંધીનગર: રૂપિયાની કથળેલી સ્થિતિ પર શંકરસિંહ વાઘેલાએ કટાક્ષ કરતા કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળે છે. સરકારે આ ભાવ જોઇને શરમથી ડૂબી જવું જોઇએ, હાલની સ્થિતિ પર PM મોદી જ જવાબદાર છે, રૂપિયો ગગડે કે પેટ્રોલ ડિઝલના ભાવ વધે તેના માટે મોદી જવાબદાર છે. દેશ અને પ્રદેશની જનતાને આપેલા વાયદાનો સરકાર હિસાબ આપે. મોદી કરેલા કામનો હિસાબ આપે, જનતાને આપેલી વચનોની ઉઘરાણી પ્રજા કરી રહી છે.

  1K વ્યુઝ
 • Gujarati womens video viral on social media 00:58
  સમાચાર

  એમ્બ્રોઈડરીના ધંધામાં મંદી આવતાં મહિલા બની 'રિક્ષા ડ્રાઈવર', VIDEO વાઈરલ

  અમદાવાદ: હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કેટલીક મહિલા રિક્ષામાં બેસી જીવનનો આનંદ માણી રહી છે. મહિલાઓ વાતો કરી રહી છે કે એમ્બ્રોઈડરીના ધંધામાં મંદી આવી છે. આથી રિક્ષા ચલાવવા સિવાય કોઈ આરો નથી. એક મહિલા ડ્રાઈવર સીટ પર બેસીને પેસેન્જરોને બુમો પાડી રહી છે. મહિલાઓની ભાષા જોતાં વીડિયો સુરત જિલ્લાનો હોય એવું લાગી રહ્યું છે.

  1K વ્યુઝ
 • Ganesh Chaturthi: Get A Modak Through This Atm On Inserting Special Card 01:00
  સમાચાર

  ATMમાં કાર્ડ નાખતા પૈસા નહીં પ્રસાદ તરીકે મોદક આવે છે બહાર

  દેશભરમાં ગણેશ ઉત્સવનો માહોલ જામ્યો છે. આવામાં પૂણેના સંજીવ કુલકર્ણી નામના વ્યક્તિએ ગણેશજીનું બનાવ્યું છે અનોખું ATM. ATMની વાત આવે ત્યારે આપણને આંખ સામે રૂપિયા દેખાય, પરંતુ આ ATMમાંથી રૂપિયા નહીં નીકળે. રૂપિયાની બદલે નીકળશે ગણેશજીનો લોકપ્રિય પ્રસાદ મોદક. આ ATMમશીનનું નામ છે એની ટાઇમ મોદક. ATMની બનાવટ એ પ્રકારે કરવામાં આવી છે કે ATMની અંદર જ ગણશજીની મૂર્તિ બેસાડવામાં આવી છે. ATM મશીનમાં કાર્ડ નાખતા બટન ક્લિક કરતાંની સાથે પૈસા નીકળવાની જગ્યાએથી પેકિંગ કરેલું મોદક બહાર આવશે.

  2K વ્યુઝ
 • Tapi river ganesh visarjan video viral, Action will be taken against boat driver 01:37
  સમાચાર

  સુરતઃ પ્રતિબંધ છતાં તાપી નદીમાં ગણેશ-વિસર્જન, વીડિયો વાઈરલ થતાં થશે કાર્યવાહી

  સુરત: તાપીમાં આ વખતે ગણેશજીની પ્રતિમાને વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જોકે, કતારગામમાં ઓવારા પર નાવડીચાલકે તાપી નદીમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરતા કતારગામ પોલીસે તેની સામે કાર્યવાહી કરવા માટે ઉપલા અધિકારીને રિપોર્ટ કર્યો છે. સોમવારે ગૌરી ગણેશનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં કતારગામ લંકા-વિજય ઓવારા પર મૂર્તિઓના વિસર્જન પર પોલીસે પ્રતિબંધ ફરમાવી ઓવારાને લાકડા મારીને બંધ કર્યો હતો. છતાં એક ગણેશભકતે ઓવારા પર આવી પૂજા-અર્ચના કરી નાવડીમાં ભગવાન ગણેશજીની મૂર્તિ લઈને બેસી ગયો હતો. નાવડી લઈને ભક્તે થોડા જ અંતરે જઈને મૂર્તિ તાપીમાં વિસર્જન કરી દીધી હતી. મૂર્તિ વિસર્જન કરતો વીડિયો સોસીયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેને પગલે કતારગામ પોલીસ હરકતમાં આવી ગઈ હતી.

 • Man brutally beaten by mob 00:59
  સમાચાર

  તમંચાની અણીએ માર્યો ઢોરમાર, યુવક બચાવો બચાવોની પાડતો રહ્યો બૂમો

  ઉત્તરાખંડના ઉધમસિંહનગરની આ હિંસક ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. આમાં દેખી શકાય છે કે કઈ રીતે પાંચેક આવારા તત્વો એક યુવકને નિર્દયી રીતે મારે છે. આ યુવકની બચાવો બચાવોની બૂમો અને કરગરતાં કરગરતાં કરતો કાલાવાલા કોઈનું પણ કાળજું કંપાવી દે. મોતની બીક સામે દરેક વ્યક્તિ લાચાર હોય છે અને બસ તે બચવાની આશા સાથે જ માર પણ સહન કરતો રહે છે. આવી જ હાલત આ યુવકની હતી છેડતીનો આરોપ મૂકીને તેની તમંચાની અણી પર ધોલાઈ કરવામાં આવતી હતી છતાં પણ તે સહન કરતો હતો, કેમ કે તે જાણતો જ હતો કે અહીં પ્રતિકાર કરવો એટલે મોતને સામેથી આમંત્રણ આપવું। પોલીસે પણ ફરિયાદ નોંધવાની ના પાડી હતી જો કે યુવકના પરિવારે જ્યારે ઉપરી અધિકારીઓ સામે ધા નાખી ત્યારે જ કેસ નોંધાયો હતો.

  1K વ્યુઝ
 • A mouse put out currency at ganesh mahotsav 00:55
  સમાચાર

  VIDEO: ગણેશ પંડાલમાંથી ઉંદરે થાળીમાંથી એક-એક કરીને બધી નોટો ઉપાડી લીધી, લોકોમાં અચરજ

  અમદાવાદ: હાલમાં દેશભરમાં દુંદાળા દેવના મહોત્સવ ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ભક્તો વાજતેગાજતે ગણેશજીની સ્થાપના કરી પૂજાપાઠ કરે છે. ત્યારે સોશિયલ મીડિયામાં ગુજરાતનો એક વીડિયો વાઈરલ થયો છે. ગણેશ મહોત્સવ સમયે એક ઉંદર અહીં આવી ચડ્યો હતો. નવાઈની વાત એ છે કે ઉંદર અહીં થાળીમાં રહેલી ચલણી નોટો ઉપાડી રહ્યો છે. એક પછી એક એમ બધી નોટો ઉંદરે ચાંચમાં ભરાવીને લઈ લીધી હતી. આ બધી નોટોને ઉંદર ભગવાન ગણેશજીની મૂર્તિ પાછળ મૂકી આવ્યો હતો.

  3K વ્યુઝ
 • Vadodara Ganesh pandal makes decoration of operation rajiv 01:01
  સમાચાર

  વડોદરાના ગણેશ પંડાલમા કરાયું ઓપરેશન 'રાજીવ'નું મુવિંગ ડેકોરેશન, જોવા મળી અનોખી દેશભક્તિ

  વડોદરા: શહેરમાં ઉત્સાહભેર ગણેશોત્સવ ઉજવાઇ રહયો છે. ખંડેરાવ માર્કેટ પેન્ટર તાનાજીની ગલીમાં પાકિસ્તાનના કબજામાંથી સિઆચીન વિસ્તારના સૌથી ઉંચા ઉત્તુંગ શિખરને પરમવીર ચક્ર સન્માનિત સુબેદાર બાના સિંઘે કેવી રીતે મુક્ત કરાવ્યું. તેનું મુવિંગ ડેકોરેશન પેપરમાંથી કરવામાં આવ્યું છે. આ ડેકોરેશને શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. મંડળ દ્વારા સંપૂર્ણ ગણેશોત્સવ પર્યાવરણની જાળવણી સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

 • viral video of jhambua mp weird style of treatment 01:47
  સમાચાર

  ફરી ધૂણી અંધશ્રદ્ધા: અર્ધનગ્ન મહિલા, પીઠ પર થાળી અને પથ્થર મારીને ઉતારે છે ઝેર

  દેશ એક તરફ ડિજિટલ યુગમાં ડગ માંડી રહ્યો છે ત્યારે દેશના એક એક રાજ્યમાં સાપનું ઝેર ઉતારવા માટે જે અંધશ્રદ્ધાનો રસ્તો પકડ્યો હતો તે ખરેખર આપણી આંખો ખોલી દે તેવો છે. વાત છે મધ્યપ્રદેશના ઝાબુઆના જ એક વિસ્તારની જ્યાં એક મહિલાને સાપ કરડતાં જ નજીકના તાંત્રિક પાસે લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર રહેલા પુરુષોએ બાદમાં તે તાંત્રિકના કહ્યા મુજબ તેનાં કપડાં કાઢીને અર્ધનગ્ન કરવામાં આવી હતી, ત્યારબાદ તેના બરડામાં એક થાળી ગોઠવીને બધા જ પુરુષો પથ્થર મારવા લાગે છે, એવું તેમના મગજમાં ઠસાવી દીધું હતું કે જ્યારે આ વિધિ પૂર્ણ થાય ત્યારે તેના બરડામાં રહેલી તે થાળી આપોઆપ જ નીચે પડી જશે. આ ક્રૂર પ્રથાનો વીડિયો પણ વાઈરલ થયો હતો કેમ કે રાજ્યમાં અનેક દવાખાના હોવા છતાં પણ આવી રીતે ઝેર ઉતારવાની આ રીત અને મહિલાની દયનીય દશા અનેક સવાલો પેદા કરે છે.

  2K વ્યુઝ
 • A Farmer create unique idea to protect crop from animals 02:38
  સમાચાર

  ખેતરમાંથી રોજડાં-ભુંડ ભગાડવાનો દેશી જુગાડ, હાથવગાં સાધનથી બંદૂક બનાવી ફોડી

  ચોમાસા દરમિયાન ઊભા પાકને બચાવવા માટે ખેડૂતોએ રાતદિવસ ખેતરમાં રખેવાળી કરવી પડતી હોય છે. પશુ-પંખીઓ મોલને નુકસાન કરતાં હોય છે. ત્યારે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે એક ખેડૂતે નવી ટેકનિક અપનાવી છે. દેશી જુગાડ કરી તે ખેતરમાંથી પશુ-પંખીઓને ભગાડી રહ્યો છે. એક પાઈપમાં સૂતળી બોંબ રાખે છે અને બાદમાં તેમાં નાના નાના છરા અને પથરા રાખે છે. બાદમાં તેની બંદૂક બનાવી ખેતરમાં છોડે છે. ખેડૂતનો દાવો છે કે આ ટ્રિકથી ખેતરમાંથી રોજડાં અને ભુંડ દૂર ભાગે છે.

  3K વ્યુઝ
 • Fearless 83 year old punter fights three armed robbers 00:48
  સમાચાર

  86 વર્ષના દાદાએ કરી 'દાદાગીરી', બંદૂક સાથે ઘુસેલા લૂંટારૂઓને મારી મારીને ભગાડ્યા

  આજકાલ આયર્લેન્ડના એક 86 વર્ષના ડેનિસ ઓ;કોનર નામના દાદાએ કેટલાક બુકાનીધારીઓ સામે બતાવેલી દાદાગીરી સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ છે. આ વૃદ્ધ તેમના સ્ટોરમાં જ્યારે તેમના મેનેજર સાથે હાજર હતા ત્યારે જ ત્યાં ત્રણ બૂકાનીધારીઓ લૂંટના ઈરાદે હાથમાં ગન અને હથોડા લઈને ઘૂસી જાય છે. આ હુમલાથી ગભરાયેલા મેનેજરે તો સમર્પણ કરી જ દીધું હતું પણ અચાનક જ દાદામાં આવી ગયેલી હિંમત જોઈને તે પણ ચમક્યો હતો. એક અજીબ જ સ્ફૂર્તિ સાથે તેમણે જ એ રીતે આ લૂંટારૂઓને પડકાર્યા હતા તે જોઈને તે લોકો પણ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પણ આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી હતી.

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો 00:57

  ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

 2. આ ગુજરાતીએ શોધી વઘારેલા રોટલાની સિક્રેટ રેસિપી, IAS,IPS પણ છે તેના દિવાના 05:21

  આ ગુજરાતીએ શોધી વઘારેલા રોટલાની સિક્રેટ રેસિપી, IAS,IPS પણ છે તેના દિવાના

 3. અમેરિકાના પેટ્રોલપંપ પર જઈને સરદારજીએ ખોલી ભારતના મોંઘાદાટ પેટ્રોલની પોલ 01:45

  અમેરિકાના પેટ્રોલપંપ પર જઈને સરદારજીએ ખોલી ભારતના મોંઘાદાટ પેટ્રોલની પોલ

 4. આ ટાબરિયાએ ગણિતના ગાભા કાઢી નાખ્યા, અદબવાળીને સ્ટાઈલમાં ચલાવી ઘરની ધોરાજી 02:18

  આ ટાબરિયાએ ગણિતના ગાભા કાઢી નાખ્યા, અદબવાળીને સ્ટાઈલમાં ચલાવી ઘરની ધોરાજી

 5. તારક મહેતામાં નવા ડૉ. હાથીની આ રીતે થઈ એન્ટ્રી, ગોકુલધામવાસીઓ માટે બન્યા વિઘ્નહર્તા 08:54

  તારક મહેતામાં નવા ડૉ. હાથીની આ રીતે થઈ એન્ટ્રી, ગોકુલધામવાસીઓ માટે બન્યા વિઘ્નહર્તા

TOP