• Home
  • Gujarati Videos
  • News
  • Women doctor gives CPR and mouth to mouth rehabilitation to man in Ahmedabad man life not save but humanity rise

અમદાવાદમાં અકસ્માત પછી માનવતાના દર્શન, યુવતીએ ઘાયલને CPR અને માઉથ ટુ માઉથ રેસ્પિરેશન આપ્યું

Nov 21,2019 2:44 PM IST

અમદાવાદ: અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા. તેમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એકનો જીવ બચી જાય તે માટે શહેરની શેલ્બી હોસ્પિટલની મહિલા સહિત બે ડોક્ટરે ઘાયલ યુવાનને સીપીઆર આપીને જીવ બચાવવા પ્રયાસ કર્યા હતા. ડોક્ટરોની સતર્કતાએ હાજર લોકો અને પરિવારજનોમાં એક નવી ચેતના જગાડી હતી કે એકનો તો જીવ બચી જ જશે. મહિલા ડોક્ટરે તો યુવાનને માઉથ ટુ માઉથ રેસ્પીરેશન આપ્યું હતું. પરંતુ બંને ડોક્ટરે આપેલા સીપીઆર તેમજ મહિલા ડોક્ટરના માઉથ ટુ માઉથ રેસ્પીરેશન છતાં બીજા ભાઈનો પણ જીવ બચ્યો ન હતો. બંને ડોક્ટરના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા પરંતુ અજાણ્યા યુવકને બચાવવા માટે કરેલા પ્રયાસને પગલે માનવતા મહેંકી ઊઠી હતી.