બોયફ્રેન્ડે મેસેજનો રિપ્લાય ના કરતાં ‘એન્ગ્રી ગર્લફ્રેન્ડે’ લોન્ચ કર્યું ટ્રેલર, વાઈરલ થઈ ગઈ મજાક

Dec 16,2018 3:05 PM IST

21 વર્ષીય યુવતીએ તેના બોયફ્રેન્ડ પર ગુસ્સે થઈને ‘એન્ગ્રી ગર્લફ્રેન્ડ’;નું ટ્રેલર સોશિયલ મીડિયામાં વાઈરલ થયું હતું। જો કે તેણે આ વીડિયો ટ્રેલર પણ મજાક મજાકમાં બનાવીને ટ્વિટ્ટર પર શેર કર્યું હતું જેને જોયા બાદ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ તેને મળવા માંડી હતી. પૌલિના નામની યુવતીએ આ ટ્રેલર દ્વારા તેનો 21 વર્ષીય બોયફ્રેન્ડ જ્યોર્જ ગિરોન તેના મેસેજનો જવાબ નહીં આપતો હોવાનો આક્ષેપ કરીને પોતાનો મીઠો રોષ વ્યક્ત કર્યો હતો. વાત જાણે એમ હતી કે તેઓ બંને જ્યારે ચેટિંગ કરતાં હતાં ત્યારે અધવચ્ચે જ જ્યોર્જ સૂઈ ગયો હતો, બાદમાં મેસેજના રિપ્લાયની રાહ જોઈને કંટાળેલી ગર્લફ્રેન્ડે આ ટ્રેલર જ બનાવીને અપલોડ પણ કર્યું હતું। આ બધા વચ્ચે તેનું આ ટ્રેલર જોઈને કેટલીક કંપનીઓએ તેની વીડિયો એડિટિંગની સેન્સને વખાણી હતી અને તેને સીધી જ વીડિયો એડિટરની નોકરી પણ ઑફર કરી હતી. જોકે આવી ઑફરની પણ આ એન્ગ્રી ગર્લફ્રેન્ડે ઠુકરાવી દીધી હતી.