સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર મહિલાએ રીક્ષામાં આપ્યો બાળકીને જન્મ

Aug 24,2018 11:53 AM IST

સુરતઃ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર એક મહિલાએ રીક્ષામાં બાળકીને જન્મ આપ્યો હતો. જેથી ટ્રોમા સેન્ટરની પરિચારીકાઓ દોડીને બાળક અને માતાને પ્રાથમિક સારવાર આપી હતી. હાલ માતા અને બાળકની હાલત સામાન્ય છે. ઉધનામાં આવેલી હરીનગર સોસાયટીમાં કમરે આલમ પરિવાર સાથે રહે છે. તેની પ્રેગનન્ટ પત્ની સબાનાને પ્રસુતિની પીડા થતા રીક્ષામાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહી હતી. દરમિયાન સિવિલના ટ્રોમા સેન્ટર બહાર જ બાળકીને જન્મ આપ્યો હતો. જેથી ટ્રોમાની નર્સ દોડી આવી હતી. અને માતા-બાળકને પ્રાથમિક સારવાર આપી હતી.ત્યારબાદ બંનેને તાત્કાલિક ગાયનેક વોર્ડમાં રીફર કરવામાં આવ્યા હતા.