સુરતમાં BRTS બસે રોડ ક્રોસ કરતી કાપડ વેપારીની પત્નીને કચડી મારી

May 14,2019 4:17 PM IST

સુરતઃ શહેરમાં બીઆરટીએસ ટ્રેકમાં બીઆરટીએસની બ્લુ બસની અડફેટે વધુ એકનો ભોગ લેવાયો છે. પરવત પાટીયાથી ભાઠેના બીઆરટીએસ ટ્રકે પર બસે રોડ ક્રોસ કરતી મહિલાને કચડી મારી હતી. ઘટનાની જાણ 108ને કરવામાં આવી હતી. અને 108ની ટીમે મહિલાને મૃત જાહેર કરી હતી. બીઆરટીએસ બસની અડફેટે મોતના પગેલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને મૃતક મહિલાની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે.