સગીરાના LIVE અપહરણનો વીડિયો વાઈરલ, ગુંડાઓ ઢસડીને લઈ ગયા ને લોકો નીચા મોંએ જોતા રહ્યા

Sep 04,2018 5:14 PM IST

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ગુંડાઓએ જે રીતે એક સગીરાનું અપહરણ કર્યું હતું તેનાથી શિવરાજસિંહના શાસનના ધજાગરા સામે આવ્યા છે. કેટલાક ગુંડાઓએ એક સગીરાને ધોળેદિવસે જ ઉપાડી લીધી હતી હદ તો એ વાતની થાય છે કે આ આખી ઘટના લોકોની સામે જ બની હતી છતાં પણ કેટલાક લોકો વીડિયો બનાવતા રહ્યા તો કેટલાક આ ગુંડાઓ સામે જાણે કે નતમસ્તક હોય તેમ તમાશો જોતા રહ્યા હતા. કોઈ પણ વ્યક્તિએ તે સગીરાને બચાવવા માટે પ્રયત્ન નહોતો કર્યો સાથે જ ત્યાંથી માત્ર 100 જ મીટર દૂર પોલીસ ચોકી હોવા છતાં પણ કાયદો વ્યવસ્થાની આવી સ્થિતિ છે. આ આખો અપહરણનો ખેલ ખેલાયા બાદ તે સગીરા સાથે દુષ્કર્મ પણ કરવામાં આવ્યું હતું.