સુરત સિવિલ હોસ્પિટલમાં પતિની પ્રેમિકા અને પત્નીએ જાહેરમાં એકબીજાના વાળ ખેંચી કરી ઝપાઝપી

Aug 22,2018 5:52 PM IST

સુરતઃ સિવિલ હોસ્પિટલ પરિસરમાં બે મહિલાઓ જાહેરમાં બાખડી રહી હતી. એકબીજાના વાળી ખેંચતી મહિલાઓને ઝઘડતી જોઈને લોકો એકઠા થઈ ગયાં હતાં. હોસ્પિટલમાં પ્રેમિકાની માતાની સારવાર કરાવવા પતિ આવતાં પત્નીએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં પત્ની અને પ્રેમિકા બન્ને એકબીજા સાથે જાહેરમાં બંથમબથી આવી હતી. આખરે પોલીસે બંન્ને મહિલાઓને છોડાવી મામલો થાળે પાડ્યો હતો