સુખ ક્યાંથી મળે અને કેવી રીતે વધે? જાણો શું કહે છે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ

Jul 25,2018 10:11 PM IST

કહેવાય છે કે, સુખ અને દુઃખ મનની અંદર જ છૂપાયેલા છે. પણ સુખની પરિભાષા શું છે? ખરું સુખ ક્યાંથી મળે? શું સુખમાં વધારો કરી શકાય? આ બધા સવાલોનો જવાબ આપે છે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ. મયંક રાવલના મતે સુખ અને દુઃખને સમજવાની જરૂર છે. જો વ્યક્તિ સુખ વહેંચવાનું શરૂ કરે તો આપોઆપ સુખ સામેથી આવી જશે, અને જો દુઃખને નહીં સમજીએ તો વધુ દુઃખી થવાનો વારો આવશે, કારણ કે, આ બન્ને વાત માણસના વિચાર સાથે જોડાયેલી છે. આ વાતને તેઓ રાજાની વાર્તા કહી સરળ રીતે સમજાવે છે.