દ્રાક્ષ પર રોબોટ દ્વારા કરાયેલી સર્જરીનો વીડિયો વાઈરલ, કારણ જાણીને લાગશે નવાઈ

Dec 05,2018 7:49 PM IST

આજકાલ આ વીડિયો એ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું જેમાં દ્રાક્ષ પર રોબોટ દ્વારા સર્જરી કરવામાં આવતી હોવાનું જોઈ શકાય છે. આ રોબોટિક સર્જરીનો વીડિયો જોયા બાદ અલગ અલગ પ્રકારના મીમ્સ પણ બનવા લાગ્યાં હતાં। એક દ્રાક્ષ પર કરવામાં આવેલી આવી અત્યાધુનીક સર્જરી જોઈને દરેકને એ વાત જ જાણવાની ઉત્સુકતા હતી કે એવી તે શું જરૂર પડી કે આ દ્રાક્ષ પર સર્જરી કરવામાં આવી હતી? સોશિયલ મીડિયામાં લોકોની આ મુદ્દે આતુરતા જોઈને એક યૂઝર્સે તેનું સમાધાન પણ કર્યું હતું। હકિકતમાં આ વીડિયો અંદાજે આઠેક વર્ષ જૂનો છે જે ફરી વાઈરલ થવા લાગ્યો હતો. તેમણે એવો તર્ક રજૂ કર્યો હતો કે આ દ્રાક્ષને કોઈ જ સર્જરી કરવાની જરૂર નહોતી પણ એટલા માટે કે આવી અત્યાધુનીક રોબોટિક સર્જરીથી દ્રાક્ષ જેવા કોમળ અને નાના ભાગને પણ ચોક્કસાઈથી ઓપરેશન કરી શકાય છે. દ્રાક્ષ પર રોબોટ દ્વારા કરવામાં આવેલી સર્જરીનો આ વાઈરલ વીડિયો એ વાત પર વિશ્વાસ આપે છે કે રોબોટિક સર્જરી દ્વારા પણ પણ ડૉક્ટર્સ સુંદરમાં સુંદર અને સલામત ઓપરેશન કરી શકે છે.