આ ટાબરિયાએ ગણિતના ગાભા કાઢી નાખ્યા, અદબવાળીને સ્ટાઈલમાં ચલાવી ઘરની ધોરાજી

Sep 18,2018 3:48 PM IST

માત્ર બીજા ધોરણમાં ભણતો આ વિદ્યાર્થી આજકાલ તેની અદબવાળી સ્ટાઈલમાં બતાવેલા આત્મવિશ્વાસના લીધે વાઈરલ થયો છે. કોણ જાણે એક ભાઈને શું રસ પડ્યો આના ભણતરમાં કે તેને બેસાડીને સવાલો પૂછવા લાગ્યા હતા. આ ટેણિયો પણ ડાહ્યોડમરો થઈને બધા જ સવાલોના જવાબ આપે છે ભલે ખોટા તો ખોટા જવાબો હોય પણ સોશિયલ મીડિયામાં યૂઝર્સ તેના આત્મવિશ્વાસ પર આફરીન થઈ ગયા હતા. સવાલ ગમે તે હોય પણ જવાબ તો એક જ આવે અને તે પણ તેને આવડતો હોય તે જ.