ઉમંગ / દાદીમાનો ગરબે ઘૂમતો વીડિયો વાઈરલ, સ્ટેપ્સ અને એનર્જી જોઈને લોકો આફરીન

Oct 07,2019 3:49 PM IST

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક ગરબા ઈવેન્ટમાં યુવાનો-યુવતીઓ સાથે એક ઉંમરલાયક ‘બા’; પણ ગરબે ઘૂમી રહ્યા છે. જે રીતે તેઓ ગરબા ગઈ રહ્યા છે, તેઓના આધુનિક સ્ટેપ્સ અને એનર્જીને જોઈને લોકો આફરીન પોકારી ઉઠ્યા છે. લોકો આ વીડિયોને ‘ઉંમર એ બીજું કંઈ નથી પણ માત્ર એક આંકડો છે’; તેવા કેપ્શન સાથે વાઈરલ કરી રહ્યા છે. લોકોમાં આ દાદીમા વિશે જાણવાની વધુને વધુ ઉત્સુક્તા જાગી રહી છે ત્યારે અમે તમને જણાવી દઈએ કે આ ‘બા’;નું નામ રસીલાબેન છે. અને તેઓ મુંબઈની કોઈ ગરબા ઈવેન્ટમાં ગરબે ઘૂમી રહ્યા છે. જેઓનો વીડિયો બનાવી કોઈ વ્યક્તિએ વાઈરલ કરી દીધો હતો.