નવા વિડિઓ

 • મુંબઈઃ બાલ્કનીમાં સ્ટૂલ પર ઊભેલી બાળકી ત્રીજા માળેથી નીચે પડી, જુઓ શૉકિંગ CCTV 00:43

  મુંબઈઃ બાલ્કનીમાં સ્ટૂલ પર ઊભેલી બાળકી ત્રીજા માળેથી નીચે પડી, જુઓ શૉકિંગ CCTV

 • બંધ કારખાનાના છાપરે ચડી ગયો આખલો, નીચે ઉતારવામાં મૂક્યો જીવ જોખમમાં 01:19

  બંધ કારખાનાના છાપરે ચડી ગયો આખલો, નીચે ઉતારવામાં મૂક્યો જીવ જોખમમાં

 • સાચા સંત પાસે જવાથી વિચારશૂન્યતાનો અનુભવ થાય છે 02:13

  સાચા સંત પાસે જવાથી વિચારશૂન્યતાનો અનુભવ થાય છે

 • ગુરુ વિકાસની સાથે વિશ્રામ પણ આપે છે 01:55

  ગુરુ વિકાસની સાથે વિશ્રામ પણ આપે છે

 • ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ 00:56

  ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ

 • Viral video of drunkern man who swallows snake 02:11
  સમાચાર

  લોકોએ નશામાં ધૂત વ્યક્તિને વીડિયો માટે ઉશ્કેર્યો, મજાક મજાકમાં ગળી ગયો જીવતો ઝેરી સાપ

  ઉત્તરપ્રદેશના અમરોહાના એક ખેડૂતના સાપોલિયા સાથેના જીવલેણ ખેલનો વીડિયો વાઈરલ થયો છે. રસ્તેથી મળેલું એક સાપોલિયું જોઈને કેટલાક યુવાનોએ તેનો વીડિયો બનાવવાનું ચાલુ કર્યું હતું. કોણ જાણે પણ તે ખેડૂત સમય જતાં વધુ ને વધુ બહાદુરી બતાવવા લાગ્યો હતો. તેને અંદાજ નહોતો કે તે જેને સામાન્ય સાપોલિયું સમજે છે તે કેટલું જીવલેણ સાબિત થશે તેના માટે એ. નશામાં ધૂત તે મહીલાલ નામનો એ ખેડૂત કોણ જાણે શું સાબિત કરવા માગતો કે રમત રમતમાં જ એ સાપોલિયું ગળી પણ ગયો હતો. આટલું પણ ઓછું હોય તેમ તેણે ચાર કલાક સુધી કોઈ જ સારવાર કારવાઈ નહોતી જેના લીધે તેના પેટમાં ઝેર ફેલાઈ ગયું હતું અને તેનું મોત થયું હતું.

  10K વ્યુઝ
 • Mumbai: 8 Year old girl dies after falling from 3rd floor 00:43
  સમાચાર

  મુંબઈઃ બાલ્કનીમાં સ્ટૂલ પર ઊભેલી બાળકી ત્રીજા માળેથી નીચે પડી, જુઓ શૉકિંગ CCTV

  મુંબઈઃ મુંબઈના ભીવંડી વિસ્તારમાં એક દુર્ઘટના બની હતી. બાલ્કનીમાં સ્ટૂલ પર ઊભી ઊભી એક આઠ વર્ષની બાળકી નીચે જોઈ રહી હતી. દરમિયાન તેણીએ બેલેન્સ ગુમાવતાં છેક ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. આ ઘટના બાદ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન બાળકીનું કરુણ મોત થયું હતું. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

 • Bull climbed on the roof of terrace 01:19
  સમાચાર

  બંધ કારખાનાના છાપરે ચડી ગયો આખલો, નીચે ઉતારવામાં મૂક્યો જીવ જોખમમાં

  ઉત્તર પ્રદેશના સંભલમાં એક આખલો વર્ષોથી બંધ પડેલ કારખાનાના છાપરા પાર ચઢી ગયો હતો. આ આખલાને આટલે ઉપર જોઈને આજુબાજુના લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. તેને નીચે ઉતારવા માટેનો એક માત્ર વિકલ્પ હતો કે કોઈ વ્યક્તિએ ત્યાં ઉપર જઈને તેને નીચે લાવવો. આ જોખમી રસ્તો હતો છતાં પણ એક વ્યક્તિએ આખલાને બચાવવા માટે અખત્યાર કર્યો હતો. જો કે એટલું આસાન પણ નહોતું જ કેમ કે આ છાપરા પરથી નીચે લાવવા માટે તે વ્યક્તિને પણ આખલાના ભેટા ખાવા પડ્યા હતા.

 • Three drunk men amazingly escape with minor injuries when their motorbike is crushed in head-on collision with a bus in India 00:49
  સમાચાર

  ચિક્કાર દારૂ પીને ત્રણ લોકો બાઇક પર નીકળ્યા, બસ ન દેખાતાં થયો અકસ્માત

  બસ અને બાઇક વચ્ચે થયો ગંભીર અકસ્માત. પૂરપાટ ઝડપે આવતો બાઇકચાલક સીધો જ બસ સાથે અથડાયો. જોકે વાંક પણ બાઇક ચલાવનારનો હતો. એક બાઇક ઉપર ત્રણ સવાર હતા ઉપરાંત ત્રણેય લોકોએ ચિક્કાર દારૂ પીધો હતો. વળાંક પર સામેથી આવતી બસ ના દેખાતા ત્રણેય લોકો બસ સાથે અથડાયા. અકસ્માત જોતાં એવુ લાગી રહ્યું હતું કે ત્રણમાંથી એક પણ જીવીત નહીં હોય પરંતુ સદનસીબે ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટનાના CCTV તામિલનાડુ મદુરાય શહેરના છે.

 • The police men beaten a man on road 00:49
  સમાચાર

  પોલીસે વૃદ્ધને નિર્દયતાથી ઢસડીને ઢોર માર માર્યો, પોલીસ સ્ટેશનમાં પણ માર્યા પટ્ટા

  ઉત્તરપ્રદેશના પોલીસકર્મીનો એક વીડિયો વાઈરલ થયો છે. રેલવે સ્ટેશનની બહાર વૃદ્ધ મજૂર પર પોલીસવાળાએ રોફ જમાવ્યો હતો. એટલું જ નહીં પેડલ સાઈકલ લઈને મજૂરીકામ કરતા વૃદ્ધને બેરહેમીથી માર માર્યો હતો. વૃદ્ધને ખેંચી પ્રથમ ધક્કો માર્યો હતો અને બાદમાં મારતો મારતો પોલીસ સ્ટેશનમાં લઈ ગયો હતો. નવાઈની વાત એ છે કે પોલીસવાળો વૃદ્ધને લાકડીથી બેરહેમીથી ફટકારતો હતો અને અન્ય લોકો જોઈ રહ્યા હતા. પણ કોઈએ પોલીસવાળાને રોક્યો નહીં. ત્યાં હાજર એક વ્યક્તિને આ વીડિયો ઉતારી વાઈરલ કરી દીધો હતો.

 • A Farmer create technique for put out cotton in farm 00:52
  સમાચાર

  લો હવે કાલાંમાંથી રૂ ખેંચવાનું મશીન પણ આવી ગયું, ઓટોમેટિક ભરાઈ જાય છે ફાંટ

  અમદાવાદ: ભારત ખેતીપ્રધાન દેશ છે અને અનેક લોકો ખેતી પર નભે છે. ખેડૂતો નવાં નવાં સાધનો વિકસાવી કે બનાવીને ખેતરમાં તેનો ઉપયોગ કરતાં હોય છે. કપાસ, ડાંગર, મગફળી, એરંડા વગેરે પાકોમાંથી ખેડૂતોને સારું એવું વળતર મળતું હોય છે. જોકે ઘણી વાર નાના ખેડૂતોને મોટાં મોટાં મશીન પોસાતાં નથી હોતાં. આથી ખેડૂતો આગવી કોઠાસૂઝથી નવી ટેકનિક વિકસાવતાં હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક ખેડૂત મશીન દ્વારા કાલાંમાંથી રૂ કાઢી રહ્યો છે. ખેડૂત પાસે એક મશીન છે અને મશીનથી ઓટોમેટિક રૂ કાલાંમાંથી ખેંચાઈ આવે છે. સામાન્ય રીતે હાથ વડે ખેડૂતો કાલાંમાંથી રૂ ખેંચતા હોય છે. આ ખેડૂત મશીન દ્વારા રૂ ખેંચી રહ્યા છે. આ વીડિયો ખેડૂતો સહિત અનેક લોકોને પણ પસંદ પડી રહ્યો છે.

 • Woman Chops Off Husbands Tongue While Kissing Him 00:50
  સમાચાર

  પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ

  રાજધાની દિલ્હીના રણહૌલા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની હતી. એક પત્નીએ કિસ કરવાના બહાને તેના પતિની જીભ કાપી નાખી હતી. પત્નીએ જીભ પર એવું બચકું ભર્યું કે પતિની જીભ કપાઈને નીચે પડી ગઈ હતી. પતિ-પત્ની વચ્ચે કેટલાક સમયથી ઝઘડો ચાલતો હતો. આથી ગુસ્સામાં આવી પત્નીએ આવી હરકત કરી હતી. પત્નીની આ હરકતથી પતિએ બુમાબુમ કરતાં પરિવાર સહિતના લોકો દોડી આવ્યા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતાં પોલીસે પત્નીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 • Currents felt of Seven youth in ganpati vishrjan in vadodara 01:13
  સમાચાર

  વડોદરામાં ગણપતિ વિસર્જનમાં 7 યુવાનોને લાગ્યો કરંટ, 5 યુવાનો હવામાં ફંગોળાયા

  વડોદરા: વડોદરા શહેરના ગોરવા-રિફાઇનરી રોડ પર સત્યમ યુવક મંડળના 7 યુવાનોને ડી.જે.ની લાઇટીંગ માટે બનાવેલા સ્ટેન્ડમાં વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટનો ભોગ બનેલા 7 પૈકી 5 યુવાનો વીજ કરંટના ઝાટકે ફૂટબોલની જેમ ફંગોળાઇ ગયા હતા. ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વધુ સમાચાર માટે જોતાં રહો દિવ્ય ભાસ્કર ડોટ કોમ

 • Gujarati farmer creation for cause to run away animal in farm 01:39
  સમાચાર

  ગુજરાતી ખેડૂતે બનાવ્યું જંગલી ભુંડને ભગાડવાનું મશીન, બટાકું નાખી સ્પ્રે છાંટતાં છૂટે છે ગોળીની જેમ

  ગુજરાતી લોકો હંમેશાં કંઈક નવું કરવા માટે જાણીતા છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો સૌરાષ્ટ્રના કોઈ ગામનો હોવાનું લાગે છે. અહીં એક ખેડૂતે નજીવા ખર્ચે પાણીની પાઈપમાંથી એક બંદૂક જેવું સાધન બનાવ્યું છે. તેમાં બટાકાં ભરી ફીટ કરીને ફોડવામાં આવે છે. કાકા પાઈપમાં એક બટાકું ભરાવે છે પછી સ્પે છાંટે છે અને બાદમાં ભડાકો કરે છે. પાછળના છેડે ઠેસી દબાવતાં જ અંદર રહેલું બટાકું દૂર ખેતરમાં ફંગોળાય છે. આ સાધનનો ઉપયોગ ખેતરમાં આવતાં અને પાકનો બગાડ કરતાં ભુંડ કે અન્ય પ્રાણીઓને દૂર ખેસડવા માટે કરવામાં આવ્યો છે.

 • young boy beaten by his mother in law and her son 00:46
  સમાચાર

  જમાઈનો જાહેરમાં જ સાળાએ પકડ્યો કોલર તો સાસુએ માર્યા ચપ્પલ, પત્ની તમાશો જોતી રહી

  મથુરા: સદર બજાર પોલીસચોકીની આજુબાજુના વિસ્તારમાં આ ઘટનાએ હડકંપ મચાવી દીધો હતો. આ હાઈવોલ્ટેજ ડ્રામા જેણે પણ જોયો તે લોકો જમાઈ પર દયા જ દાખવવા લાગ્યા હતા. સાસુ અને સાળાએ ભેગા મળીને કોર્ટની તારીખે આવેલા જમાઈને બરાબરનો માર્યો હતો. આ આખી ઘટના તેની પત્નીની નજર સામે જ બની હતી, પોતાના પતિને માર ખાતો જોઈને પણ તેના પેટનું પાણી નહોતું હાલ્યું. તો સામે પક્ષે યુવતીના ભાઈએ ધડાધડ તેને તમાચાઓ માર્યા હતા સાથે જ સાસુ તો કોણ જાણે કેટલા વર્ષની રિસ કાઢતાં હોય તેમ ચપ્પલ લઈને જ તેના પર તૂટી પડ્યાં હતાં.

 • My Success Story with Hitu Kanodia 21:05
  સમાચાર

  હિતુ કનોડિયાઃ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૉલિટિક્સ છે તેટલું રિયલ પૉલિટિક્સમાં પણ નથી

  DivyaBhaskar.comના વિશેષ કાર્યક્રમ My Success Storyમાં હિતુ કનોડિયાએ દિલ ખોલીને વાત કરી હતી.આ કાર્યક્રમમાં હિતુ કનોડિયાએ એમની અત્યાર સુધીની સફર વિશે વાતો કરી હતી.હિતુ કનોડિયાએ આ કાર્યક્રમના પાર્ટ-1માં કરિયરની શરૂઆત અને સંઘર્ષની વાતો કરી હતી.પાર્ટ-2માં પણ હિતુ કનોડિયાએ અભિનેતાથી નેતા સુધીની બાકીની સફર વિશે પણ કેટલીક અજાણી વાતો કરી હતી.પાર્ટ-2 જોતા પહેલા પાર્ટ-1 જોવા અહી આપેલી લિન્કનો ઉપયોગકરશો.https://www.divyabhaskar.co.in/news/DVB-DBV-LCL-my-success-story-with-hitu-kanodia-mona-thiba-gujarati-news-5960779-NOR.html?version=1

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા શૉએબ મલિક સાથે થયું આવું, વીડિયો વાઇરલ 00:43

  ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા શૉએબ મલિક સાથે થયું આવું, વીડિયો વાઇરલ

 2. જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો 01:18

  જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો

 3. શા માટે પાકિસ્તાને ગાયું હતું ભારતનું રાષ્ટ્રગાન? જવાબ સાંભળી તમે પણ થઈ જશો ખુશ 01:31

  શા માટે પાકિસ્તાને ગાયું હતું ભારતનું રાષ્ટ્રગાન? જવાબ સાંભળી તમે પણ થઈ જશો ખુશ

 4. OMG! બાળકોની ઑનલાઇન ડિલીવરી કરી રહ્યું છે ચીન, સામે આવ્યો વીડિયો 02:12

  OMG! બાળકોની ઑનલાઇન ડિલીવરી કરી રહ્યું છે ચીન, સામે આવ્યો વીડિયો

 5. કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી 00:55

  કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી

TOP